અમદાવાદના મેયરે સાબરમતી રિવરફ્રન્ટ હાઉસના કંટ્રોલ રૂમની મુલાકાત લીધી
Live TV
-
તાઉતે વાવાઝોડાની અસર અમદાવાદમાં પણ જોવા મળી હતી. ત્યારે અમદાવાદ શહેરના મેયર કિરીટ પટેલે સાબરમતી રિવરફ્રન્ટ હાઉસમાં શરૂ કરવામાં આવેલા કંટ્રોલ રૂમની મુલાકાત લીધી હતી. મેયર કિરીટ પરમારે જણાવ્યું હતું કે હજી ત્રણ કલાક સુધી શહેરના લોકોએ સાચવવું પડશે.અને લોકો કામ વગર ઘરની બહાર ન નીકળે. શહેરમાં ફાયર બ્રિગેડની ટીમ અને કોર્પોરેશનના કર્મચારીઓ સતત કામગીરી કરી રહ્યાં છે. તો આ તરફ શહેરમાં ભારે પવન સાથે વરસાદ પડતાં પાલડી વિસ્તારમાં નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઈન નજીક આવેલી એક દુકાનની છત પડતાં દુકાનમાં હાજર 2 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જ્યારે ખોખરા વોર્ડમાં ગુરુજી રેલવે ઓવરબ્રિજ પાસના ક્રિશ્ના ફ્લેટના બીજા માળની લાંબી છાજલી એકાએક ધરાશાયી થઈ હતી. તો ખોખરા ગુજરાત હાઉસીંગ બોર્ડની વસાહતોના તમામ માર્ગમાં પાણી ભરાઈ ગયા હતા. જ્યારે હાટકેશ્વર સર્કલ ભર ઉનાળે વરસાદના કારણે બેટમાં ફેરવાયું હતું. આ સાથે જ હાટકેશ્વરમાં આવેલા કોરોના ટેસ્ટિંગ ડોમને પણ નુકસાન પહોંચ્યું હતું. વાવાઝોડાના કારણે નિકોલ પોલીસ સ્ટેશનના પતરાં ઉડી ગયા હતા.
