Skip to main content
Settings Settings for Dark

એનડીઆરએફ પ્રમુખઃ ગુજરાત હવે ભયજનક સ્થિતિમાંથી બહાર

Live TV

X
  • તીવ્ર ચક્રવાતી સમુદ્રી વાવાઝોડુ તાઉ તે અમદાવાદમાંથી પસાર થયું છે. વાવાઝોડાને કારણે શહેરમાં 55થી 60 કિમીની ઝડપે પવન ફૂંકાયો અને ધોધમાર વરસાદ વરસ્યો છે. જેનાં કારણે શહેરમાં અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા છે. તો અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો પણ ખોરવાયો છે. ભારે વરસાદને કારણે શહેરના મોટાભાગના અંડરપાસ બંધ થયા છે. જોકે હવે આ વાવાઝોડુ નબળુ પડ્યું છે. એનડીઆરએફના પ્રમુખે જણાવ્યું કે, ગુજરાત હવે ભયજનક સ્થિતિમાંથી બહાર છે. તાઉતે સોમવારે રાત્રે મહુવા અને પોરબંદર વચ્ચે 150 કિલોમીટર પ્રતિકલાક ભારે પવનની સાથે અથડાયું હતુ. જેના કારણે  ભાવનગર, અમરેલી,  જુનાગઢ,  ગીર સોમનાથ , દીવમાં ભારે તારાજી સર્જાઈ હતી. ગુજરાતમાં પ્રવેશ કર્યા બાદ વાવાઝોડું ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. વાવાઝોડાને કારણે સૌરાષ્ટ્રમાં ભારે નુકશાન થયું છે. જેમાં હજારો વૃક્ષો ધરાશાયી થઇ ગયા હતા.તો એન.ડી.આર.એફ. ની ટીમ સતત કામગીરી કરી રહી છે  અને  રસ્તા પર પડેલા વૃક્ષો  હટાવવાની કામગીરી કરી રહી છે. જ્યારે અનેક સ્થળોએ વીજળીના થાંભલા તુટી જતા અનેક સ્થળોએ વિજળી ગુલ થઇ હતી. રાજ્ય સરકાર સ્થિતિ પર સતત નજર રાખી રહી છે. તો રાજ્યના તમામ એરપોર્ટને બંધ રાખવામાં આવ્યા છે. અને એસ ટી બસના સંખ્યાબંધ રુટને રદ કરવામાં આવ્યા છે.તો સૌરાષ્ટ્રમાં કેરીના પાકને ભારે નુકશાન થયુ છે અને લગભગ તમામ પાક  નાશ પામ્યો છે. તો નારિયેળીની ખેતીને પણ ભારે નુકસાન થયું છે. દક્ષિણ ગુજરાતમાં કેળના પાકને પણ ભારે નુકસાન થયું છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
apply