રાજ્યમાં કોરોનાનાં 6,447 નવા દર્દીઓ સાથે રિકવરી રેટ 86.20 ટકા થયો
Live TV
-
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 6,447 નવા દર્દીઓ નોંધાયા છે જયારે 9,557 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા છે. આરોગ્ય વિભાગની પરિણામલક્ષી કામગીરીના પરિણામે રાજ્યમાં સાજા થવાનો 86.20 ટકા પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં રાજ્યભરમાંથી કુલ 6,60,489 દર્દીઓએ કોરોનાને માત આપી છે.
આરોગ્ય વિભાગની યોગ્ય કામગીરીને કારણે રાજ્યમાં રિકવરી રેટ 86.20 ટકા પર પહોંચ્યો છે.
સુરતમાં 466, અમદાવાદમાં 1895, વડોદરામાં 639, રાજકોટમાં 290 ગાંધીનગરમાં 143, મહેસાણામાં 184, ભરૂચમાં 141, જામનગર 244, જૂનાગઢમાં 341, સાબરકાંઠા 182, ભાવનગર 152, મોરબીમાં 23, અમરેલીમાં 186 કેસ નોંધાયા છે.
