Skip to main content
Settings Settings for Dark

બે દિવસમાં વાવાઝોડા અસરગ્રસ્તોની પરિસ્થિતિ પૂર્વવત્ કરવા યુદ્ધ સ્તરે કામગીરી થશે

Live TV

X
  • આગોતરા આયોજન, અગમચેતી, સહિયારા સક્રિય પ્રયત્નો અને લોકોના સહકારથી ગુજરાત તાઉ'તે વાવાઝોડામાંથી સાંગોપાંગ મુક્ત થયું: CM વિજય રૂપાણી

    તાઉ'તે વાવાઝોડાએ સૌરાષ્ટ્રના ગીરસોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ સહિતના જિલ્લાઓમાં ભારે તારાજી સર્જી છે. આ વિસ્તારોમાં રાહત કામગીરી અને સ્થિતિને પહેલાં જેવી જ બનાવવા માટે કામગીરી યુદ્ધ સ્તરે કરવા માટે CM વિજય રૂપાણીએ તંત્રને તાકિદ કરી છે.

    'ઝીરો કેઝ્યુઅલટી' ના અભિગમ સાથે રાજ્ય સરકારે ખડેપગે રહીને સમગ્ર આયોજન કર્યું હતું. આ તીવ્ર વાવાઝોડામાં 13 વ્યક્તિઓએ જાન ગુમાવ્યા છે. એમાં પણ મોટાભાગના મૃત્યુ આકસ્મિક ઘટનાઓને લઈને થયા છે.

    વાવાઝોડાગ્રસ્ત વિસ્તારોમાં નુકસાનીના સર્વેક્ષણની કામગીરી પણ હાથ ધરાશે. નુકસાન થયેલ તમામ વ્યક્તિઓને કેશડોલ્સ, ઘરવખરી સહાય તથા અન્ય આર્થિક સહાય ધારાધોરણ મુજબ ચૂકવવામાં આવશે. પડોશી જિલ્લાઓના અધિકારીઓને પણ સર્વેક્ષણની કામગીરીમાં સામેલ કરાશે, જેથી આ કામગીરી ઝડપથી થઇ શકે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
apply