Skip to main content
Settings Settings for Dark

મોરબીઃ વાવાઝોડાની સ્થિતિમાં રસ્તા પર બેઠેલી મહિલાનું 181 હેલ્પલાઈને પરિવાર સાથ મિલન કરાવ્યુ

Live TV

X
  • 181 મહિલા હેલ્પલાઈનને કોલ મળ્યો હતો કે, મોરબી હાઈવે પર એક મહિલા પોતાના બાળકો સાથે એકલી બેઠી છે.

    ફોન ઉપર પરિસ્થિતિ સાંભળી તાત્કાલિક 181 મહિલા હેલ્પ લાઈન ટીમના કાઉન્સેલર સહિતનો સ્ટાફ મહિલાની મદદ માટે ઘટના સ્થળે પહોંચીને મહિલાનું કાઉન્સેલીંગ કર્યું હતું. કાઉન્સેલીંગ દરમ્યાન મહિલા પાસેથી જાણવા મળેલ કે તેઓ 13 મે થી 4 વર્ષની દિકરી અને દોઢ વર્ષના દીકરા સાથે ઘરેથી નિકળી ગયા છે. આ અંગે તેમના પતિ કે પરિવારને આ અંગે જાણ પણ નથી કરી. મહિલા બંગાળ રાજ્યના છે અને પોતાના પતિ સામે જઈ શકતા નથી. તેઓના પતિ અહિં જ ફેક્ટરીમાં કામ કરે છે. 

    મહિલાના કાઉન્સેલિંગ બાદ ઘટના સ્થળથી નજીક પડતી ફેક્ટરીની તપાસ કરતાં એકબીજાના સંપર્ક દ્વારા એક ફેક્ટરીના માલીક આવેલ અને જણાવેલ કે તેઓ મહિલા તથા તેમના પતિને ઓળખે છે અને ત્યાર બાદ પીડીતાના પતિને ફોન દ્વારા સંપર્ક કરી બોલાવી લીધેલ અને પીડિતાના પતિનું કાઉન્સેલીંગ કરી મહિલા શારીરીક રીતે ખુબ અશ્કત હોવાથી ઘરે લઈ જવા સમજાવામાં આવ્યા હતા. આમ કાઉન્સેંલીગ દ્વારા મહિલાના પતિએ સમજીને પોતાની પત્ની તથા બાળકોને રાજી ખુશીથી લઈ જવા સંમત્તિ દર્શાવી હતી. મહિલાની શારીરીક હાલત ખરાબ હોવાથી 108માં મેડિકલ સહાય અપાવેલ અને પતિ-પત્ની નુ સુખદ સમાધાન કરી પરિવાર સાથે  મિલન કરાવાયું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
apply