ઉત્તર ગુજરાતમાં પણ વાવાઝોડાની અસર વર્તાઈ, ક્યાંક મકાન અને વૃક્ષ પડ્યા તો ક્યાંક પતરાં ઉડ્યા
Live TV
-
ઉત્તર ગુજરાતમાં પણ તાઉ-તે વાવાઝોડાની આંશિક અસર વર્તાઈ હતી. વાવાઝોડાની અસર હેઠળ ભારે પવન ફૂંકાયો હતો અને ભારે વરસાદ ખાબક્યો હતો.
ઉત્તર ગુજરાતમાં પણ તાઉ-તે વાવાઝોડાની આંશિક અસર વર્તાઈ હતી. વાવાઝોડાની અસર હેઠળ ભારે પવન ફૂંકાયો હતો અને ભારે વરસાદ ખાબક્યો હતો.
ભારે વરસાદ સાથે ફુંકાયેલા પવનથી કેટલીક જગ્યાઓ પર વૃક્ષો ધરાશાયી થયા હતા. જિલ્લાના કડીમાં દીવાલ પડી જવી તેમજ કેટલાંક મકાનોના પતરા ઉડી જવાની ઘટનાઓ પણ નોંધાઈ છે.
અરવલ્લી જિલ્લામાં પણ તાઉ'તે વાવાઝોડાની અસર જોવા મળી હતી. જિલ્લાના ધનસુરા, મોડાસા અને બાયડ સહિતના વિસ્તારોમાં પવન સાથે વરસાદ પડ્યો હતો. બનાસકાંઠા જિલ્લા પર તાઉતે વાવાઝોડાનું સંકટ ટળ્યું હતું.
બનાસકાંઠાને પાર કરી વાવાઝોડું રાજસ્થાન તરફ ફંટાયુ છે. જો કે, ચક્રવાતની અસરના પગલે અંબાજીમાં પવન સાથે હળવો વરસાદ પડ્યો હતો.
સાબરકાંઠા જિલ્લામાં ચક્રવાતની અસરના પગલે લગભગ જિલ્લાના લગભગ તાલુકામાં વરસાદ નોંધાયા છે. જિલ્લામાં સરેરાશ 101 મીમી વરસાદ નોંધાયો છે. વરસાદના પગલે હિંમતનગરમાં આંબાવાડીથી મહાવીર નગરને જોડતા રેલવે અંડર બ્રિજમાં પાણી ભરાય ગયા હતાં જેના કારણે લોકોને હાલાકી પડી હતી.
