Skip to main content
Settings Settings for Dark

દીવઃ તાઉ'તે વાવાઝોડાએ કરી તબાહી, સોલાર પ્લાન્ટ સહિત બોટોમાં પણ નુકસાન થયું.

Live TV

X
  • કાલે ત્રાટકેલા વાવાઝોડાએ કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં પણ ખુબ તબાહી મચાવી હતી. દીવના કેટલાક વિસ્તારોમાં રસ્તાઓ બ્લોક થઈ ગયા હતા સાથે દરિયા કિનારે લાંગરેલી બોટોમાં પણ નુકસાન થયું હતુ

    કાલે ત્રાટકેલા વાવાઝોડાએ કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં પણ ખુબ તબાહી મચાવી હતી. દીવના કેટલાક વિસ્તારોમાં રસ્તાઓ બ્લોક થઈ ગયા હતા સાથે દરિયા કિનારે લાંગરેલી બોટોમાં પણ નુકસાન થયું હતુ

    દીવમાં આવેલા એક સોલાર પ્લાન્ટ વાવાઝોડાની ચપેટમાં આવ્યો હતો. સોલારા પ્લાન્ટની તકતીઓ વાવાઝોડામાં ઉડી ગઈ હતી અને પ્લાન્ટના સમગ્ર માળખાને નુકસાન પહોંચ્યુ હતુ. સરકારી મિલકતોમાં પણ ભારે નુકસાન પહોંચ્યું હતું. 

    ઘોઘલાથી વણાકબારા સુધીના રસ્તાઓ પર વૃક્ષો અને વીજ થાંભલા ધરાશાઈ થતાં રસ્તાઓ બ્લોક થઈ જતા ફાયર વિભાગ, N.D.R.F અને જામનગરથી આવેલા આર્મીના જવાનોએ બચાવ કામગીરી કરી હતી. 

    દીવમાં ચાલતી બોટોને કિનાર પર લાંગરવામાં આવી હતી જેથી કિનારા પર મોટા મોજાઓએ આ બોટોમાં પણ ભારે નુકસાન કર્યુ છે. બોટ માલિકોને આશરે 60 લાખ રૂપિયાનું નુકસાન પહોંચ્યું છે. આ નુકસાનના વળતર માટે તેમ જ ગુમ થયેલી બોટ અને માછીમારોને હેલિકોપ્ટરથી શોધવા માછીમારોએ માગ કરી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
apply