અમદાવાદની સાબરમતી નદીના પાણીના સેમ્પલમાંથી કોરોના વાયરસના જિન મળી આવ્યા
Live TV
-
IIT ગાંધીનગર દ્વારા ગત વર્ષે અસ્વચ્છ પાણી પર સંશોધન કરવામાં આવ્યું. આ સંશોધનમાં કોરોના વાયરસની હાજરી જોવા મળતા વિવિધ જગ્યાએથી પાણીના સેમ્પલ લઇ તેના ટેસ્ટ કરવામાં આવ્યા. જે અંતર્ગત અમદાવાદ શહેરની સાબરમતી નદીના પાણીના સેમ્પલમાંથી કોરોના વાયરસના જિન મળી આવ્યા છે. જોકે, પાણીના માધ્યમથી વાયરસ ફેલાવવાનો કોઇ ભય ન હોવાનું પણ સંશોધનમાં જણાવાયું છે.. આ પ્રકારના સંશોધનના કારણે કોરોનાની પીક આવવાના બે અઠવાડિયા પહેલા તેની જાણકારી મળી શકશે.. જેના આધારે સરકાર તે વિસ્તારોમાં કોરોના સંક્રમણને નિવારવા પ્રયાસો હાથ ધરી શકશે.
