Skip to main content
Settings Settings for Dark

ગુજરાત રાજય યોગ બોર્ડ દ્રારા તા.૧૪ જૂન થી તા.૨૦ જૂન દરમિયાન યોગ સપ્તાહનું આયોજન કરવામાં આવ્યુ

Live TV

X
  • "હવે તો બસ એક જ વાત, યોગમય બને ગુજરાત” થીમઉપર ગુજરાત રાજય યોગ બોર્ડ દ્રારા યોગ સપ્તાહનું આયોજન

    ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા મુખ્યમંત્રીના નિવાસસ્થાનેથી તા.૨૧મી જુને વિશ્વ યોગ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યુ છે. "હવે તો બસ એક જ વાત, યોગમય બને ગુજરાત” થીમ ઉપર ગુજરાત રાજય યોગ બોર્ડ દ્રારા તા.૧૪ જૂન ૨૦૨૧ થી તા.૨૦ જૂન ૨૦૨૧ દરમિયાન યોગ સપ્તાહનું આયોજન કરવામાં આવ્યુ છે જેને ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. તા.૨૧મી જૂને મુખ્યમંત્રીશ્રીના નિવાસસ્થાને યોજાનાર કાર્યક્રમમાં મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણી તથા તેમનો પરિવાર ગુજરાત રાજય યોગ બોર્ડના ચેરમેન તથા છ યોગ કોચ સાથે કોમન યોગા પ્રોટોકોલથી યોગ કરશે. સમગ્ર કાર્યક્રમનું મુખ્યમંત્રીના ફેસબુક પેજ ઉપરથી જીવંત પ્રસારણ કરવામાં આવશે તેમ ગુજરાત રાજ્ય યોગ બોર્ડની યાદીમાં જણાવાયું છે. 
     
    સાતમાં વિશ્વ યોગ દિવસ-૨૦૨૧ને સફળ બનાવવા ગુજરાત રાજય યોગ બોર્ડ દ્રારા દરેક જિલ્લામાં તા.૦૧ જૂન ૨૦૨૧ થી તા.૨૦ જૂન ૨૦૨૧ સુધી બપોરના ૦૩-૦૦ થી પ-૦૦ કલાક દરમિયાન ચેરમેનશ્રી યોગસેવક શીશપાલજીની અધ્યક્ષતામાં ઝુમ એપ્લીકેશનના માધ્યમથી "ઓનલાઇન યોગ સંવાદ" કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પણ મોટી સંખ્યામાં યોગ કોચ, યોગ ટ્રેનર, યોગ સાધક તથા યોગ સમર્થક જોડાઇ ઉત્સાહથી ભાગ લે છે. 
     
    વિશ્વ યોગ દિવસ-૨૦૨૧ની ઉજવણીના ભાગરૂપે ગુજરાત રાજય યોગ બોર્ડ દ્રારા તા.૦૧ જૂન થી ૨૧ જૂન સુધી BISAG ગાંધીનગર ખાતે યોગના અલગ અલગ વિષયો ઉપર લાઇવ પ્રસારણ કરવામાં આવે છે. જેમાં મોટી સંખ્યામાં લોકો ઓનલાઇન જોડાઇ યોગનો લાભ લઇ રહયા છે. ગુજરાત રાજય યોગ બોર્ડ દ્રારા તા.૧૪ જૂન ૨૦૨૧ થી તા.૨૦ જૂન ૨૦૨૧ સુધી "હવે તો બસ એક જ વાત યોગમય બને ગુજરાત” થીમ ઉપર યોગ સપ્તાહનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં સુર્ય નમસ્કાર ચેલેન્જ તથા યોગના અલગ અલગ આસનો પર લોકો વિડીયો બનાવી પોતાના ફેસબુક પેઇજ ઉપર લાઇવ કરવામાં આવે છે જેને ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.  

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
apply