હવામાન વિભાગની આગાહીને પગલે NDRFની ટિમને રવાના કરાઈ
Live TV
-
હવામાન વિભાગની આગાહીને પગલે NDRFની ટિમને રવાના કરવામાં આવી. દક્ષિણ ગુજરાતમાં ત્રણ જિલ્લાઓમા ત્રણ ટીમ રવાના કરવામાં આવશે. નવસારી, સુરત, વલસાડમાં એક એક ટીમ રહેશે તેમજ સૌરાષ્ટ્ર માટે આવતીકાલે બે ટીમો રવાના થશે. રાજકોટ અને ગીર સોમનાથમાં પણ એક એક ટીમ કાલે પોંહચશે. જ્યારે વડોદરા હેડક્વાર્ટર ખાતે બીજી ટીમ અલર્ટ રહેશે. હવામાન વિભાગની આગાહી બાદ રાજ્ય સરકારે ટીમોને તૈનાત થવા સુચના આપી.
