અમદાવાદમાં એક બહુમાળી બિલ્ડીંગમાં આગ લાગતાં અફરાતફરી
Live TV
-
શહેરના ગોતા વિસ્તારમાં આવેલ ગોદરેજ ગાર્ડન સીટીની બાજુમાં, ગણેશ જેનીસીસ બિલ્ડીંગમાં આગ લાગી હતી. પ્રાથમિક માહિતી અનુસાર આ આગ કયા કારણોસર લાગી હતી તે હજુ સુધી જાણી શકાયું નથી.
અમદાવાદમાં એક બહુમાળી બિલ્ડીંગમાં આગ લાગતાં અફરાતફરી મચી ગઈ હતી. શહેરના ગોતા વિસ્તારમાં આવેલ ગોદરેજ ગાર્ડન સીટીની બાજુમાં, ગણેશ જેનીસીસ બિલ્ડીંગમાં અચાનક બપોરના સમયે આગ લાગી હતી. બિલ્ડીંગના પાંચમા માળે આગ લાગતાં, ફ્લેટમાં કેટલાક લોકો ફસાયા હતા, જેમને ફાયર વિભાગની ટીમે રેસક્યુ કરીને સલામત રીતે બહાર કાઢ્યા હતા. પ્રાથમિક માહિતી અનુસાર આ આગ કયા કારણોસર લાગી હતી તે હજુ સુધી જાણી શકાયું નથી. પરંતુ એફ.એસ.એલ.ની ટીમ આ અંગે તપાસ કરશે. આ ઘટનામાં બે લોકો ગંભીર રીતે ઘાયલ થતાં તેમને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આજે અમદાવાદના ગોતા નજીક આવેલા ગણેશ જેનીસીસ ફ્લેટના પાંચમાં માળે આગ ફાટી નીકળી હતી. જેમાં 25 જેટલા લોકો ફસાયા હોવાનું જાણવા મળ્યું છે. આગ લાગતાં જ ફ્લેટમાં લોકોમાં દોડધામ મચી ગઈ હતી. આગ લાગતાં જ લોકોએ બૂમાબૂમ કરી મુકી હતી. ફાયર બ્રિગેડની ૩૧ જેટલી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે અને હાલ રેફ્યુ ચાલી રહ્યું છે.
જગતપુર પાસેના ગણેશ જેનીસીસ ફ્લેટના પાંચમાં માળે આગની જાણ સ્થાનિક લોકોએ પોલીસ અને ફાયર બ્રિગેડને કરી હતી તરત જ ફાયર બ્રિગેડની ગાડી જગતપુર પાસેના ગણેશ જેનીસીસ ફ્લેટના પાંચમાં માળે આગની જાણ સ્થાનિક લોકોએ પોલીસ અને ફાયર બ્રિગેડને કરી હતી. તરત જ ફાયર બ્રિગેડની 10 ગાડીઓ અને નોરેકલ ઘટના સ્થળે પહોંચ્યા છે. આ ઘટનામાં જાણવા મળી રહ્યું છે કે, ગણેશ જેનીસીસ ફ્લેટના પાંચમાં માળે આવેલા ફ્લેટમાં આગ લાગી છે. આખી બિલ્ડીંગને ખાલી કરાવી દેવામાં આવી છે. જ્યારે 15 લોકો રેસ્કયુ કરીને બચાવી લેવામાં આવ્યા છે. ફસાયેલા લોકોને બિલ્ડીંગની બાલ્કનીમાંથી નીચે ઉતારવામાં આવ્યા હતા.
