અમદાવાદમાં વાવાઝોડાની ગતિ 90 કિ.મી.થી ઘટીને 55 કિ.મી.સુધી પહોંચી
Live TV
-
ગુજરાતમાં બે દાયકા બાદ આવેલા અતિ તિવ્ર વાવાઝોડા તાઉ તે ના કારણે ચિંતાની પરિસ્થિતિ ઉભી થઇ છે ત્યારે હવામાન વિભાગ દ્વારા રાહતના સમાચાર આપવામાં આવ્યા છે. હવામાન વિભાગના અધિકારી મનોરમા મોહંતિએ જણાવ્યુ હતું કે અમરેલી પસાર કર્યા બાદ તાઉ તે વાવાઝોડુ નબળુ પડ્યું છે અને હવે અગાઉ અમદાવાદમાં વાવાઝોડાની ગતી 90 કિલો મીટરથી વધારી શક્યતા હતી તે ઘટીને 55 કિલો મીટર સુધી પહોંચી છે જેથી હવે ભારે નુકસાનની શક્યતાઓ પ્રમાણમાં ઓછી થઇ છે અને અમદાવાદમાં ભારેથી અતિભારે વરસાદ જ આવશે.
