જાણો, દ્વારકાધીશની ધજા વાવાઝોડા વખતે કેમ અડધી કાઠીએ જ રાખવાનો નિર્ણય લેવાયો ?
Live TV
-
દ્વારાકાધીશ ભગવાન શ્રીકૃષ્ણના જગતમંદિરની ધજા દિવસમાં 5 વખત બદલવામાં આવે છે. ધજા ચઢાવવાની વિધી અબોટી બ્રાહ્મણો દ્વારા કરવામાં આવતી હોય છે.
દ્વારાકાધીશ ભગવાન શ્રીકૃષ્ણના જગતમંદિરની ધજા દિવસમાં 5 વખત બદલવામાં આવે છે. ધજા ચઢાવવાની વિધી અબોટી બ્રાહ્મણો દ્વારા કરવામાં આવતી હોય છે.
સામાન્ય દિવસોમાં જગતમંદિરની ધજા દિવસમાં 5 વખત બદલવામાં આવે છે એટલે કે, દિવસમાં 5 વખત મંદિર પર ચઢીને અબોટી બ્રાહ્મણો આ વિધી કરતા હોય છે. પરંતુ વર્તમાન વાવાઝોડાની પરિસ્થિતિના કારણે દ્વારાકામાં પણ ભારે પવનની શક્યતાઓ છે. આ કારણે ધજા બદલવાની વિધીમાં મુશ્કેલી પડી શકે છે. દ્વારાકાના પ્રાંત અધિકારી નિહાર ભેટરીયાએ આ વિશે જણાવ્યુ કે, અબોટી બ્રાહ્મણો દિવસમાં પાંચ ધજાઓ બદલતા હોય છે પરંતુ વાવાઝોડાની સ્થિતિને લઈને દ્વારાકાધીશ મંદિરની ધજા અડધી કાઠીએ ફરકાવવાની સૂચના અપાઈ છે.