રાજ્યમાં વાવાઝોડાની સ્થિતિનો CM રુપાણીએ ચિતાર મેળવ્યોઃ અત્યાર સુધી 3 લોકોનાં મૃત્યુ
Live TV
-
મુખ્યમંત્રી વિજય રુપાણીએ આજે સવારે સ્ટેટ કંટ્રોલ રુમની મુલાકાતા લીધી. મીડિયા સાથેની વાતચીતમાં સીએમ રુપાણીએ ગુજરાતની વાવાઝોડા અંગેની સ્થિતિ અંગે માહિતી આપી હતી.
સીએમ વિજય રુપાણીએ જણાવ્યું હતુ કે આપણે આ વાવાઝોડોમાં સારી કામગીરી કરી છે. કોરોના દર્દીઓની સારવારમાં કોઈ અડચણ ન આવે તે માટે કરેલી પૂર્વ તૈયારીના કારણે આપણે વાવાઝોડાના સમયે હોસ્પિટલોમાં કોઈ મુશ્કેલીઓ નથી આવી. ઓક્સિજન સપ્લાયમાં પણ કોઈ અડચણ નથી આવી.
સીએમ રુપાણીએ વધુમાં જણાવ્યુ હતુ કે, રાજ્યમાં કોઈ મોટી દૂર્ઘટના સામે નથી આવી. 2400 થી વધુ ગામોમાં વીજળી ગઈ હતી, જેમાંથી કેટલીક જગ્યાએ વીજળી પુર્વવતઃ કરવામાં આવી ચુકી છે. 1081 વીજળીના થાંભલા ઉખડી પડ્યા છે અને મોટી સંખ્યામાં વૃક્ષો પડી ગયા છે. 16500 મકાન-ઝુંપડાઓમાં નુકસાન થયું છે જેનો સર્વે કરાઈ રહ્યો છે. ગીર, ઉના, સાવરકુંડલા, રાજુલા અને અમરેલીમાં સૌથી વધારે વરસાદ થયો છે.
અત્યાર સુધી 3 લોકોનાં મોત થવાની ઘટના બની છે જેમાં 1 વાપીમાં, 1 રાજકોટ જિલ્લામાં અને 1 ગારીયાધરમાં મૃત્યુ થયાં છે.
