તાઉ'તે વાવાઝોડાને કારણે GTUની આજની ઓનલાઈન પરીક્ષા મોકૂફ રખાઈ
Live TV
-
સમગ્ર રાજ્યના હવામાનમાં તાઉ'તે વાવાઝોડાના કારણે આવેલા બદલાવથી રાજ્યભરના અનેક વિસ્તારોમાં તેની અસર જોવા મળેલ છે.
સમગ્ર રાજ્યના હવામાનમાં તાઉ'તે વાવાઝોડાના કારણે આવેલા બદલાવથી રાજ્યભરના અનેક વિસ્તારોમાં તેની અસર જોવા મળેલ છે. ભારે વરસાદ અને વાવાઝોડાના કારણે વીજળી તેમજ ઈન્ટરનેટ સંબધીત અનેક પ્રકારની સમસ્યા ઉદ્દભવી હોવાના કારણોસર ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (GTU) દ્વારા 18 મે 2021ની તમામ ઓનલાઈન પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. MBA, ME અને એ MFarm સેમેસ્ટર-1ની તથા Phdની પ્રિ-ટ્રાયલ ચેક પણ વર્તમાન સંજોગોને ધ્યાનમાં રાખતાં મોકૂફ રખાઈ છે. મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખ યુનિવર્સિટીની વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે.
