Skip to main content
Settings Settings for Dark

"તાઉ'તે"એ સર્જી તારાજીઃ અમરેલીનું રાજુલા સૌથી વધુ અસરગ્રસ્ત, ભાવનગર ગીર સોમનાથમાં પણ નુકસાન

Live TV

X
  • ભાવનગર અને ગીર સોમનાથમાં તારાજી સર્જયા બાદ તાઉ તે વાવાઝોડુ અમરેલી જિલ્લામાં 100 કિલોમીટરથી વધુ ઝડપે પ્રવેશ્યું હતું. જેના કારણે જિલ્લામાં અન્ય જિલ્લાઓની જેમ ભારે નુકસાનના દ્રશ્યો સર્જાયા હતા.

    તાઉ તે વાવાઝોડાની તીવ્રતા ખુબ જ ભયાનક હતી ત્યારે વેરાવળ-સોમનાથમાં પણ વ્યાપક નુકશાન થયું છે. જેમાં વેરાવળ કોડીનાર હાઇવે પર આવેલો એક ફર્નિચરનો શો રુમનો મહાકાય શેડ પણ વાવાઝોડાની ઝપટમાં આવીને હવામાં ફંગોળાયો હતો.  તો અનેક સ્થળે લોખડના પતરા ઉડ્યા હતા. ત્યારે સ્થાનિક પ્રસાશન દ્વારા જેસીબી અને ટ્રેક્ટરની મદદથી રસ્તા પરથી શેડને હટાવવાની કામગીરી કરવામાં આવી હતી.

    તાઉ-તે વાવાઝોડાને કારણે ગીર સોમનાથ જિલ્લાનાં દરિયા કિનારે સમુદ્ર ગાંડોતુર બન્યો છે. જિલ્લાનાં માઢવાડ અને મૂળ દ્વારકા બંદરે  મકાન પડી ચુક્યા છે. દરિયાના પાણી ગામમાં ઘૂસવાની તૈયારી છે. જિલ્લામાંથી કુલ 32,250 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. વહીવટી તંત્ર દ્વારા રાઉન્ડ ધ કલોક રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે.

    ભાવનગર અને ગીર સોમનાથમાં તારાજી સર્જયા બાદ તાઉ તે વાવાઝોડુ અમરેલી જિલ્લામાં 100 કિલોમીટરથી વધુ ઝડપે પ્રવેશ્યું હતું. જેના કારણે જિલ્લામાં અન્ય જિલ્લાઓની જેમ ભારે નુકસાનના દ્રશ્યો સર્જાયા હતા. ખાસ કરીને અમરેલીના રાજુલામાં ભારે નુકસાન થયું હતું. રાજુલામાં સંખ્યાબંધ વૃક્ષો ધરાશાઈ થઈ ગયા હતા. અન્ય જિલ્લાઓની માફક ખેડૂતોના ઉભા પાકને અને કેરીનો પાક પણ લગભગ ખતમ થઇ ગયો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
apply