તાઉ'તે વાવાઝોડું અમદાવાદથી 210 કિમી દૂરઃ 10 કિમી પ્રતિ કલાકની ઝડપે વધી રહ્યુ છે આગળ
Live TV
-
હવામાન ખાતાએ સવારે 9.50 વાગ્યે જાહેર કરેલ બુલેટીન પ્રમાણે તાઉ'તે વાવાઝોડું સૌરાષ્ટ્ર વિસ્તાર પર કેન્દ્રિત થયેલું છે અને હવે ઉત્તર દિશા તરફ આગળ વધી રહ્યુ છે.
ગઈ મોડી રાત્રે ત્રાટકેલા તાઉ'તે વાવાઝોડાએ ભારે વરસાદ સાથે સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં તારાજી સર્જી છે. સવારે 8.30 વાગ્યાના અપડેટ પ્રમાણે વાવાઝોડું સૌરાષ્ટ્ર પર કેન્દ્રિત થયેલું હતું. હવે આ વાવાઝોડું અમદાવાદથી દક્ષિણ-પશ્ચિમે 210 કિમી દૂર છે જ્યારે દક્ષિણ-દક્ષિણ પશ્ચિમ દિશામાં સુરેન્દ્રનગરથી 130 કિમી દૂર અને અમરેલીથી પૂર્વ દિશામાં 10 કિમી દુર છે.
તાઉ'તે વાવાઝોડું ઉત્તર-ઉત્તરપૂર્વ દિશામાં છેલ્લા છ કલાકથી 10 કિમી પ્રતિ કલાકની ઝડપથી આગળ વધી રહ્યુ છે. આ વાવાઝોડાની તેના કેન્દ્ર પાસે પવનની ગતિ 105 થી 115 કિમી પ્રતિ કલાકની રહેશે જો કે આ ઝડપ 125 કિમી પ્રતિ કલાક સુધી વધી શકે છે.
