ગાંધીનગરઃ CM રુપાણી વાવાઝોડા સામે તંત્રની તૈયારી માટે મોડી રાત સુધી ખડેપગે રહ્યા
Live TV
-
તાઉ'તે' વાવાઝોડું જ્યારે ગુજરાતના દરિયાકિનારે પ્રવેશી રહ્યુ હતુ ત્યારે મોડી રાત સુધી CM વિજય રૂપાણી ગાંધીનગર ખાતે આવેલ સ્ટેટ કંટ્રોલ રુમ ખાતે મોડી રાત સુધી ખડે પગે રહી કલેક્ટરો સાથે સીધા સંપર્કમાં હતી.
ગતરાત્રે મુખ્યમંત્રી વિજય રૂપાણી ગાંધીનગર ખાતે આવેલ સ્ટેટ કંટ્રોલ રુમ ખાતે મોડી રાત સુધી ખડે પગે રહીને ગ્રાઉન્ડ ઝીરો પર તંત્રએ કરેલી તૈયારીનો રિપોર્ટ મેળવી રહ્યા હતા. એક તરફ તાઉ'તે' વાવાઝોડું જ્યારે ગુજરાતના દરિયાકિનારે લેન્ડફોલ કરી રહ્યુ હતુ તેવા સમયે સીએમ રુપાણી વાવાઝોડાની સ્થિતિની રજેરજની માહિતી સ્વયં દરિયાકાંઠાના જિલ્લાના કલેક્ટરો પાસેથી ટેલીફોનીક હોટ લાઈન પર વાતચીત કરીને મેળવી રહ્યા હતા.
સીએમ વિજય રુપાણીએ ખાસ કરીને વીજ પુરવઠો જળવાઈ રહે, કોરોના સંક્રમિત વ્યક્તિઓની સારવારમાં કોઈ રૂકાવટના આવે વગેરે બાબતોને અગ્રતા આપી ઝીરો કેઝ્યુઆલિટી અભિગમથી સતત સતર્ક રહેવા અને તેમના જિલ્લાની સ્થિતિની માહિતી સ્ટેટ કન્ટ્રોલ રૂમમાં પહોચાડતા રહેવા સૂચના પણ આપી હતી.
