ગીર સોમનાથઃ વેરાવળ-કોડીનાર હાઈવે પર શૉરુમના પતરાંનો શેડ ઉડ્યો
Live TV
-
તાઉ'તે' વાવાઝોડું ગુજરાતમાં પ્રવેશ્યા બાદ તેનું રૌદ્ર સ્વરુપ બતાવી રહ્યુ છે. વેરાવળ-કોડીનાર હાઈવે પર એક ફર્નિચર શૉ રુમ વાવાઝોડાની ચપેટમાં આવ્યો હતો.
તાઉ'તે' વાવાઝોડું ગુજરાતમાં પ્રવેશ્યા બાદ તેનું રૌદ્ર સ્વરુપ બતાવી રહ્યુ છે. વેરાવળ-કોડીનાર હાઈવે પર એક ફર્નિચર શૉ રુમ વાવાઝોડાની ચપેટમાં આવ્યો હતો.
પ્રાચી પાસે વેરાવળ-કોડીનાર હાઈવે પર એક ફર્નિચર શૉ રુમના પતરાંનો મહાકાય શેડ વાવાઝોડામાં ઉડી ગયો હતો. લોખંડના પતરાંનો શેડ વજનદાર હોવા છતાં વાવાઝોડાની તિવ્ર ગતી સામે તણખલાની જેમ ઉડીને રસ્તા પર પડ્યો હતો. શેડ રસ્તા પર પડતાં થોડી વાર માટે વાહન વ્યવહાર અસરગ્રસ્ત થયો હતો. સ્થાનિકોએ જેસીબી અને ટ્રેક્ટરની મદદથી આ શેડને ખસેડીને રસ્તો ખુલ્લો કર્યો હતો.