તાઉ'તે' વાવાઝોડું સૌરાષ્ટ્રના દરિયા કિનારે ટકરાઈ ગુજરાતમાં પ્રવેશ્યું
Live TV
-
તાઉ'તે' વાવાઝોડું ગત રાત્રે 9 વાગ્યે વેરાવળથી મહુવા વચ્ચેના દરિયાકાંઠા પર ટકરાયું હતું અને આ લેન્ડ ફોલની પ્રક્રિયા રાત્રે 12 વાગ્યા સુધી ચાલુ રહી હતી.
અરબી સમુદ્રમાં ઉદ્ભવેલા ચક્રવાતી તોફાન તાઉ'તે' ગુજરાતમાં પ્રવેશી ચુક્યુ છે અને હાલ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં તેની અસર જોવા મળી રહી છે. રાત્રીના સમયે વાવાઝોડાની લેન્ડ ફોલની પ્રક્રિયા દરમ્યાન ઉના, વેરાવળ, જાફરાબાદ, મહુવા અને કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં ભારે પવન ફુંકાયો હતો અને વરસાદ ખાબક્યો હતો.
હાલ તાઉ'તે' વાવાઝોડું અમરેલી જિલ્લાને ઓળંગીને આગળ વધી રહ્યુ છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે હવે આ વાવાઝોડું નબળું પડી રહ્યુ છે. લેન્ડ ફોલ સમયે વાવાઝોડું એક્સ્ટ્રેમલી સિવિયર સાયક્લોન હતો જે હવે ધટીને સિવિયર સાયક્લોન બન્યુ છે. પરંતુ વાવાઝોડાની ઝડપ ઘટવા છતાં સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વરસાદ અને ભારે પવન ફૂંકાવાનો યથવાત છે.
સૌરાષ્ટ્રમાં પ્રવેશ્યા બાદ તાઉ'તે' વાવાઝોડાની મુખ્ય અસર દીવ, ગીર સોમનાથ, અમરેલી, જૂનાગઢ, ભાવનગર, પોરબંદર, બોટાદમાં જોવા મળી રહી છે. આ જિલ્લાઓમાં અતિ ભારે પવન સાથે ભારે વરસાદ વરસી રહ્યો છે. આ જિલ્લાઓમાં છાપરા ઉડવાની, વૃક્ષો ધરાશાઈ થવાની ઘટનાઓ બની રહી છે. આ વિસ્તારોમાં NDRF અને SDRFની ટીમો રાહત અને બચાવના કામો કરી છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણના ગુજરાતના જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. આ સાથે
