રાજ્યમાં કોરોનાનાં 7,135 નવા દર્દીઓ સાથે રિકવરી રેટ 85.68 ટકા થયો
Live TV
-
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 7,135 નવા દર્દીઓ નોંધાયા છે, જયારે 12,342 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા છે. આરોગ્ય વિભાગની પરિણામલક્ષી કામગીરીના પરિણામે રાજ્યમાં સાજા થવાનો 85.68 ટકા પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં રાજ્યભરમાંથી કુલ 6,50,932 દર્દીઓએ કોરોનાને માત આપી છે.
આરોગ્ય વિભાગની યોગ્ય કામગીરીને કારણે રાજ્યમાં રિકવરી રેટ 85.68 ટકા પર પહોંચ્યો છે.
સુરતમાં 518, અમદાવાદમાં 2377, વડોદરામાં 455, રાજકોટમાં 279 ગાંધીનગરમાં 166, મહેસાણામાં 133, ભરૂચમાં 150, જામનગર 283, જૂનાગઢમાં 382, સાબરકાંઠા 111, ભાવનગર 190, મોરબીમાં 28, અમરેલીમાં 139 કેસ નોંધાયા છે.
