અમદાવાદીઓ આનંદો! એક વર્ષની અંદર શહેરમાં દોડશે ઈલેક્ટ્રીક બસો
Live TV
-
આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસ ખાતે બીઆરટીએસના અધિકારીઓની એક બેઠક યોજાઈ હતી. જેમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અમૂલ ભટ્ટ અને અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આ બેઠકમાં બે અઠવાડિયાથી સુધારા કરવામાં આવ્યા તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે જ 300 ઈલેક્ટ્રીક બસોનું ટેન્ડર પણ મંજૂર કરવામાં આવ્યું હતું. આમ અમદાવાદ શહેરમાં વધુ 650 બસોનો ઓર્ડર કરવામાં આવ્યો છે. આ પહેલા અમદાવાદમાં ફક્ત 225 હતી. હવે બસોની સંખ્યા વધીને કુલ 900 બસો અમદાવાદના રસ્તા પર દોડશે.
