માગશરમાં માવઠુંઃ સૌરાષ્ટ્ર,કચ્છ સહિત કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ
Live TV
-
હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે રાજ્યમાં સતત બીજા દિવસે કમોસમી વરસાદી માહોલ
માગસર માસમાં પણ રા્જયના અનેક વિસ્તારમાં કમોસમી વરસાદી ઝાપટા ચાલુ રહ્યાં છે. ગઇકાલે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારમાં પડેલા વરસાદ બાદ આજે પણ વરસાદી ઝાપટાં યથાવત રહ્યાં છે. ગત મોડી સાંજ મહેસાણાના કડીમાં પણ વરસાદ વરસતા રસ્તા ઉપર પાણી પાણી થઇ ગયું હતું. જ્યારે આજે સવારથી જ ગીર સોમનાથમાં પણ વરસાદ વરસ્યો હોવાના અહેવાલ સાંપડી રહ્યાં છે. આ ઉપરાંત સાબરકાંઠામાં પણ વરસાદી વાતાવરણ સર્જાયું છે. જોકે આ વરસાદે જગતના તાતને ફરી ચિંતામાં મૂકી દીધો છે. શિયાળુ પાક પણ ધોવાઇ જાય તેવી સ્થિતિ સર્જાતા હવે આર્થિક ફટકો પડે તેવી ખેડૂતોને ચિંતા થઇ રહી છે. જીરૂ , કપાસ, ઘઉ જેવા પાકને નુકસાન થાય તેવા શક્યતા ઉભી થઇ છે...
