Skip to main content
Settings Settings for Dark

હવે ગુજરાતમાં પકડાયેલા દીપડાઓને કરાશે રેડિયો કૉલર 

Live TV

X
  • પકડાયેલા દીપડાઓને કરાશે રેડિયો કૉલર -- દીપડાઓના પ્રશ્ને મુખ્ય મંત્રીની અધ્યક્ષતામાં વન્ય જીવન મંડળનો મહત્ત્વનો નિર્ણય--.ઘોરાડ-ખડમૌર પ્રજાતિના પક્ષીના સંવર્ધન માટે ઊભું કરાશે અત્યાધુનિક પ્રજનન કેન્દ્ર-- 2020 ની સિંહની ગણતરીમાં વપરાશે આર્ટીફિશિયલ ઈન્ટેલિજન્સ

    ગાંધીનગરમાં મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને સ્ટેટ વાઇલ્ડ લાઇફ બોર્ડની ૧૮મી બેઠક યોજાઇ. જેમાં રાજ્યમાં તાજેતરમાં દીપડા દ્વારા માનવ વસ્તી પરના હુમલાઓના સંદર્ભમાં મુખ્યમંત્રીએ ચાર મહત્વપૂર્ણ નિર્ણયો લીધા હતા. 

    જે મુજબ રેવન્યુ વિસ્તારમાં રંજાડમાં પકડાયેલા દીપડાઓને રેડીયો કોલર કરીને છોડવામાં આવશે જેથી રેડીયો કોલરથી દીપડાઓનું લોકેશન ટ્રેસ કરવામાં વન વિભાગને સુગમતા રહેશે. કેન્દ્ર સરકારની અનૂમિત મળ્યે દીપડા વસ્તી નિયંત્રણ માટે સ્ટરીલાઇઝેશન કરાશે. 

    ઘોરાડ-ખડમૌર પ્રજાતિના પક્ષીના સંવર્ધન માટે સ્ટેટ ઓફ ધી આર્ટ બ્રિડીંગ સેન્ટર PPP ધોરણે ઊભું કરાશે અને યાયાવર પક્ષીઓને હાઇટેન્શન વીજવાયર-પવનચક્કીથી થતી ઇજા અટકાવવા વીજવાયરો પર સ્ટ્રેટેજિક જગ્યાએ બર્ડ ડાયર્વટર લગાવાશે. 

    કચ્છમાં ઘોરાડ પક્ષીઓને વીજવાયરથી થતી ઇજાથી બચાવવા અંડર ગ્રાઉન્ડ કેબલીંગની સંભાવનાઓ વન વિભાગ ચકાસશે અને ર૦ર૦માં હાથ ધરનારી સિંહ વસ્તી ગણતરીમાં આર્ટિફિશીયલ ઇન્ટેલીજન્સના ઉપયોગથી પ્રથમવાર સાયન્ટીફિક વસ્તી ગણતરી વન વિભાગ કરશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply