તાપીઃ સોનગઢ ખાતે કોંગ્રેસ દ્વારા રેલ રોકો આંદોલન કરાયું
Live TV
-
કલાકોની જહેમત બાદ રેલવેના ઉચ્ચ અધિકારીઓ અને સ્થાનિક ઉચ્ચાધિકારીઓની બાંહેધરી બાદ આંદોલન સમેટાયું હતું.
તાપી જિલ્લાના સોનગઢ ખાતે આજે કોંગ્રેસ દ્વારા રેલ રોકો આંદોલન કરાયું હતું. સવારથી શરુ થયેલ આંદોલન કલાકો બાદ સમેટાયું હતું, જેને પગલે ચાર જેટલી ટ્રેનોના આવાગમન પર અસર પહોંચી હતી. કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ ન વણસે તે માટે તાપી પોલીસ સહિત રેલવે પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.
સોનગઢના ચાંપાવાડી ગામે આવેલ રેલવે ફાટક પર પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો. તુષાર ચૌધરીની આગેવાનીમાં યુવા કોંગ્રેસના કાર્યકરો, કોંગ્રેસના સ્થાનિક ધારાસભ્યો સહિત અન્ય આગેવાનો મોટી સંખ્યામાં ભેગા મળીને રેલવે ટ્રેકને કલાકો સુધી જામ કરી હતી.
સોનગઢની ચાંપાવાડી ગામે આવેલ રેલવે ફાટક પર ઓવર બ્રિજ બને તેમજ તાપી જિલ્લાને એક્ષપ્રેસ ટ્રેનોના સ્ટોપેજ મળે તેવી માંગણી કોંગ્રેસ દ્વારા કરવામાં આવી હતી. આ માંગણીઓ સાથે કોંગ્રેસના કાર્યકરો રેલવે ટ્રેક પર આજે સવારથી બેસી સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને ગુડ્સ ટ્રેનને રોકી હતી.
