Skip to main content
Settings Settings for Dark

અમદાવાદ પંચવટી વિસ્તારમાં મહિલાઓને હેલ્મેટ વિતરણ

Live TV

X
  • અમદાવાદમાં છેલ્લા કેટલાય સમયથી ટ્રાફિક પોલીસ દ્વારા લોકોમાં હેલ્મેટ પ્રત્યેની જાગૃતિ લાવવા માટે સ્પેશિયમ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. ગઈકાલે અમદાવાદમાં પંચવટી વિસ્તારમાં મહિલાઓ વધુમાં વધુ જાગૃત થાય અને હેલ્મેટ પહેરે તે હેતુથી મહિલાઓને હેલ્મેટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત અમદાવાદના પંચવટી વિસ્તારમાં એક વિસલના સ્વરૂપમાં ચોકીનું નિર્માણ કરવામાં આવ્યું છે. અમદાવાદના પોલીસ કમિશરન એ.કે.સિંગ દ્વારા આ ચોકી ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. આ વિસલ ફોર્મેટ ઉપર બનેલી પોલીસ ચોકીનું ઉદ્દઘાટન કરતા પોલીસ કમિશનર એ.કે. સિંઘે જણાવ્યું હતું કે, વિસલ એક પ્રતિક માનવામાં આવે છે, જેના દ્વારા લોકો એક સાથે ઉભા રહે છે અને એક સાથે ચાલે છે. આ ચોકીએ પોલીસ અને લોકો વચ્ચેના કો- ઓપરેશનનું એક પ્રતિક છે. આ પ્રસંગે પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ખાસ હેલ્મેટ પ્રત્યે જાગૃતિ લાવવા માટે મથુરાથી ભારત ભ્રમણ કરી રહેલા પુજા યાદવ દ્વારા મહિલાઓને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અને હેલ્મેટ પોતાના જીવન માટે કેટલું મહત્વનું છે તે સમજાવ્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
apply