રોજગારી મુદ્દે કોંગ્રેસે કરેલા સવાલોનું ખંડન
Live TV
-
ગુજરાત કોંગ્રેસ દ્વારા રોજગારીને લઈને ઉભા કરાયેલા સવાલોનું ખંડન ભાજપના પ્રવક્તા અધ્યક્ષ આઈ.કે.જાડેજાએ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ઈઝ ઓફ ડુંઈંગ બિઝનેસમાં પ્રગતિ થઈ છે. તો વાઈબ્રન્ટ સમિટના લીધે ગુજરાતમાં ઉદ્યોગો વધતા રોજગારીની સાથે-સાથે માળખાકીય સુવિધા પણ સામાન્ય નાગરિક મેળવી રહ્યો છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ઔદ્યોગિક વિકાસમાં ગુજરાત મોખરે રહેતા વિશ્વમાં ગુજરાતની અલગ છબી ઉપસી છે.
