મુખ્યમંત્રી વિજય રૂપાણી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે
Live TV
-
સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણને આજે એક મહિનો પૂર્ણ થવા જઈ રહ્યો છે ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે સવારે વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે કેવડિયા જશે. મુખ્યમંત્રી આ મુલાકાત દરમ્યાન અધિકારીઓ, સ્ટેચ્યુ ઓફ યુનિટીના સીઈઓ તેમજ નર્મદા નિગમ અને જિલ્લા વહીવટીતંત્ર સાથે સમીક્ષા બેઠક યોજશે. તો એક મહિના દરમિયાન પડેલ મુશ્કેલીઓ નિવારવા સહિત અન્ય સુવિધાઓ વિકાસાવવાના મુદ્દે પણ બેઠક યોજશે.
