સોલા ભાગવત વિદ્યાપીઠ ખાતે શાસ્ત્રીય સ્પર્ધાનું આયોજન
Live TV
-
સંસ્કૃત ભાષા એ ભારતીય સંસ્કૃતિને ટકાવવા માટે ખુબ જ મહત્વની છે. ગુજરાતમાં લગભગ 40 જેટલી સંસ્કૃત પાઠશાળાઓ ચાલી રહી છે. તેની રાજ્ય સ્તરીય શાસ્ત્રીય સ્પર્ધા સોલા ભાગવત વિદ્યાપીઠ ખાતે ગઈકાલથી શરૂ થઈ હતી. આ સ્પર્ધા ત્રણ દિવસ ચાલશે, જેમાં 600 થી વધુ સંસ્કૃતના વિદ્યાર્થીઓ ભાગ લેશે. આ સ્પર્ધા દરમ્યાન શલાકા સ્પર્ધા, કંઠપાઠ, સાહિત્ય ભાષણ, કાવ્ય કંઠ પાઠ, શાસ્ત્રાર્થ વિચાર વગેરે જેવા વિષયોને સમાવવામાં આવ્યા છે. આ સ્પર્ધાનું ઉદ્દઘાટન SGVP ગુરૂકૂલના અધ્યક્ષ શાસ્ત્રી માધવપ્રિયદાસજી દ્વારા શ્રી ભાગવતઋષિ તથા અધ્યાપકોની હાજરીમાં કરવામાં આવ્યું હતું.
