Skip to main content
Settings Settings for Dark

અમદાવાદ-મુઝફ્ફરપુર અને અમદાવાદ-દરભંગા સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનોના ફેરા વિસ્તૃત કરાયા

Live TV

X
  • પશ્ચિમ રેલ્વે દ્વારા અમદાવાદથી મુઝફ્ફરપુર અને દરભંગા માટે ચલાવવામાં આવતી જનસાધન ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનોની ફ્રીક્વન્સી વધારવામાં આવી છે. આ ટ્રેનો સંપૂર્ણ રીતે આરક્ષિત રૂપે ચલાવવામાં આવશે.
    જે અંતર્ગત અમદાવાદ-મુઝફ્ફરપુર-અમદાવાદ સાપ્તાહિક ફેસ્ટિવલ જનસાધરણ સ્પેશિયલ ટ્રેન આગામી 28 ઓગસ્ટ 2021 સુધી અમદાવાદથી દર શનિવારે વિસ્તૃત કરવામાં આવી છે. આવી જ રીતે મુઝફ્ફરપુર - અમદાવાદ સ્પેશિયલ જે મુઝફ્ફરપુરથી દર ગુરુવારે ચલાવવામાં આવી રહી છે, તેને હવે 26 ઓગસ્ટ 2021 સુધી વિસ્તૃત કરવામાં આવી છે.
    આ ઉપરાંત અમદાવાદ-દરભંગા-અમદાવાદ સાપ્તાહિક ફેસ્ટિવલ જનસાધરણ સ્પેશિયલ ટ્રેન  27 ઓગસ્ટ 2021 સુધી અમદાવાદથી દર શુક્રવારે વિસ્તૃત કરવામાં આવી છે, અને આવી જ રીતે દરભંગા - અમદાવાદ સ્પેશિયલ જે દરભંગાથી દર બુધવારે ચલાવવામાં આવી રહી છે, તેને હવે આગામી 25 ઓગસ્ટ 2021 સુધી વિસ્તૃત કરવામાં આવી છે.

    આ બંને ટ્રેનો માટે બુકિંગ 27 મી જૂન, 2021 એટલે કે કાલથી નિયુક્ત પેસેન્જર રિઝર્વેશન સેન્ટર અને આઈઆરસીટીસી વેબસાઇટ પરથી શરુ કરવામાં આવશે. મુસાફરો ઓપરેટિંગ સમય, સ્ટોપેજ અને સ્પેશિયલ ટ્રેનોની રચના સંબંધિત વિગતવાર માહિતી માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.
    અત્રે નોંધનીય છે કે કન્ફર્મ ટિકિટવાળા મુસાફરોને જ આ સ્પેશિયલ ટ્રેનોમાં મુસાફરી કરવાની છૂટ રહેશે. પશ્ચિમ રેલ્વેએ મુસાફરોને બોર્ડિંગ, મુસાફરી અને ગંતવ્ય દરમિયાન COVID-19 થી સંબંધિત તમામ ધોરણો અને એસ.ઓ.પી.નું પાલન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
apply