Skip to main content
Settings Settings for Dark

કોરોનાના નિયમો અંગે અમદાવાદ અને રાજકોટ પોલીસે બહાર પાડ્યું જાહેરનામું; જાણો કેટલી અપાઈ છૂટ

Live TV

X
  • દેશ સાથે રાજ્યમાં પણ કોરોનાનું સંક્રમણ ધીરે ધીરે ઘટતા રાજ્યમાં પણ તબક્કાવાર છૂટ આપવામાં આવી રહી છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના જાહેરનામા બાદ હવે અમદાવાદ અને રાજકોટ પોલીસે પણ જાહેરનામુ બહાર પાડી કેટલીક મહત્વની છૂટ આપી છે. 
    અમદાવાદની વાત કરીએ તો, અમદાવાદમાં આજથી આગામી 10 જુલાઇ સુધી રાત્રે 10 વાગ્યાથી સવાર 6 વાગ્યા સુધી નાઇટ કફર્યૂનો અમલ રહેશે. તો સવારે 9 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી વેપારીઓ ધંધા રોજગાર ખુલ્લા રાખી શકશે. જ્યારે 50 ટકા ક્ષમતા સાથે સિનેમાઘરો અને મલ્ટિપ્લેક્સ ખોલવાની પણ મંજૂરી આપવામાં આવી છે. જીમ પણ 60 ટકા ક્ષમતા સાથે ખોલી શકાશે. 100 લોકોની હાજરીમાં લગ્ન સમારોહ યોજી શકાશે, જ્યારે અંતિમક્રિયા માટે 40 લોકોની મંજૂરી આપવામાં આવી છે.
    આ ઉપરાંત રાજકોટ શહેરની વાત કરીએ તો રાજકોટમાં દુકાનો હવે રાત્રીના 9 વાગ્યા સુધી ખુલ્લી રાખી શકાશે, તો કફર્યૂનો સમય એક કલાક વધારીને રાત્રીના 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીનો કરવામાં આવ્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
apply