મુખ્યમંત્રીએ ભરૂચમાં ફ્લાયઓવર બ્રીજના નિર્માણ માટે રૂ. 41 કરોડની દરખાસ્તને આપી મંજૂરી
Live TV
-
રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ભરૂચ શહેરમાં ફલાય ઓવરબ્રીજના નિર્માણ માટે રૂપિયા ૪૧ કરોડની દરખાસ્તને મંજૂરી આપી છે. ભરૂચમાં આ ફલાય ઓવરબ્રીજ બનવાથી દહેગામ અને દહેજ તરફથી આવતા તેમજ ભરૂચ રેલ્વે સ્ટેશન જનારા લોકો માટે અનૂકુળતા રહેશે.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વમાં રાજ્ય સરકારે અત્યાર સુધીમાં રાજ્યના ૭ નગરોમાં આવા ફલાય ઓવર માટે આશરે રૂ. ર૮૯.પ૦ કરોડની રકમ મંજૂર કરેલી છે. આ ઉપરાંત સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત મહાનગર પાલિકાઓમાં ર૯ ફલાય ઓવરબ્રીજ રૂ. ૧,૪૮પ કરોડના ખર્ચે મંજૂર કરેલા છે.
