Skip to main content
Settings Settings for Dark

મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મળી આયલેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીની ચોથી બેઠક

Live TV

X
  • દેશમાં સૌથી લાંબો દરિયા કિનારો ગુજરાત ધરાવે છે. રાજ્યના પશ્ચિમી ભાગમાં સમુદ્ર કિનારાના બેટ દ્વારકા, શિયાળ બેટ અને પિરોટન ટાપુઓને પર્યટન-પ્રવાસન હોટ સ્પોટ તરીકે વિકસાવવા પ્રવાસન- ઇન્ફ્રાસ્ટ્રકચર તેમજ સામાજિક આર્થિક વિકાસના કામોના વિવિધ પ્રોજેક્ટ્સ રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવશે.
    તાજેતરમાંજ મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ  સ્થાને મળેલી આયલેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીની ચોથી બેઠકમાં આ ટાપુઓને ટુરિઝમ અને નેચર રિલેટેડ એક્ટિવિટીઝ અને એડવેન્ચર સ્પોર્ટસ સહિતની ગતિવિધિઓથી પ્રવાસન પ્રવૃત્તિના આકર્ષણ કેન્દ્રો બનાવવાના વિવિધ નિર્ણયો લેવામાં આવ્યા હતા.
    જે અંતર્ગત શિયાળ બેટમાં પ્રવાસન-  ઇન્ફ્રાસ્ટ્રકચરના અને સામાજિક આર્થિક વિકાસના રૂ. 36 કરોડના કામો માટે વિકાસ એજન્સીની પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ સાથે જ બેટ દ્વારકામાં પણ રૂ. 29 કરોડના કામોના વિકાસ માટે માસ્ટર પ્લાન તૈયાર કરવા પણ એજન્સીની પસંદગીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત પિરોટન ટાપુ પર ઇકો  ફ્રેન્ડલી ટુરિઝમ પ્રોજેકટ પણ ટૂંક સમયમાં જ હાથ ધરવામાં આવશે. આઇ.ટી.આઇ. દ્વારકામાં મરીન સ્કિલ ટ્રેનિંગ સેન્ટર વિકસાવી મરિન- આયલેન્ડ સપોર્ટીંગ સ્કિલ્સ આધારિત અભ્યાસક્રમો શરૂ કરવામાં આવશે, જેથી સ્થાનિક યુવાઓને રોજગારીનો અવસર મળશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
apply