અમદાવાદ- રાજકોટ સેમી હાઇસ્પિડ રેલ પ્રોજેક્ટને મંજૂરી
Live TV
-
11300 કરોડનો કરાશે ખર્ચ, બન્ને શહરે વચ્ચેનું અંતર 2 કલાકમાં કાપી શકાશે
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અમદાવાદ અને રાજકોટ વચ્ચે સેમી હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટને મંજૂરી આપી દીધી છે. આ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ 11300 કરોડ રૂપિયા થશે, જેને કેન્દ્ર સરકારનાં ,અમદાવાદ-મુંબઈ હાઈસ્પીડ રેલ કોરિડોર પ્રોજેક્ટ સાથે જોડવામાં આવશે. ગુજરાતની રૂપાણી સરકારે અમદાવાદ અને રાજકોટ વચ્ચેના નેશનલ હાઈવે નંબર 47ની બાજુમાં જ આ ટ્રેન કોરિડોર બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે ,જેથી જમીન સંપાદનમાં વધારે સમસ્યા ન આવે. આ રૂટ પર ટ્રેનો 160 કિમીની ઝડપે દોડશે અને બંને શહેરો વચ્ચે નું અંતર માત્ર 2 કલાકમાં કાપી શકાશે. આ પ્રોજેક્ટથી સૌરાષ્ટ્રનાં અને બીજા શહેરોની કનેક્ટિવિટી,વધશે અને મુસાફરોનાં સમય સાથે ઈંધણ પણ બચશે.અમદાવાદ અને રાજકોટ વચ્ચે પેસેન્જર્સની સંખ્યા વર્ષે 9 ટકાના દરે વધી રહી છે. 2007માં બંને શહેરો વચ્ચે દર વર્ષે 19 લાખ લોકો મુસાફરી કરતા જે 2017માં વધીને પ્રતિવર્ષ 45 લાખ થઈ ગયા. નવા સેમી હાઈસ્પીડ રૂટ થી બંને શહેરો વચ્ચે નું અંતર 3 કલાકથી પણ ઓછું થઈ જશે.
