Skip to main content
Settings Settings for Dark

રાજ્યમાં શાળા આરોગ્ય ચકાસણી કાર્યક્રમનો CM વિજય રૂપાણીએ કરાવ્યો પ્રારંભ

Live TV

X
  • 30 જાન્યુઆરી 2020 સુધી ચાલશે

    રાજયમા રાજય વ્યાપી શાળા આરોગ્ય કાર્યક્રમનો પ્રારંભ થયો છે. જે 30 જાન્યુઆરી 2020 સુધી ચાલશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સેકટર-23 ગાંધીનગરના સ્વામીનારાયણ ગુરુકુળ ખાતે કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો. જયારે નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલે કલોલ તાલુકાની ઇસંડા ખાતે થી આ કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો. આ કાર્યક્રમમાં નવજાતથી લઇને 5 વર્ષના આંગણવાડીના બાળકો, ધો. 1 થી 12માં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ, 18 વર્ષ સુધીના શાળાએ ન જતા તમામ યુવાનો મળીને દોઢ કરોડ જેટલા બાળકો ના સ્વાસ્થ્યની તપાસ હાથ ધરાશે. મહેસાણાના પાલાવાસણા ગામમાં જિલ્લાના પ્રભારી મંત્રી વિભાવરી દવેએ કાર્યક્રમનો આરંભ કરાવ્યો હતો. રાજય વ્યાપી શાળા આરોગ્ય કાર્યક્રમમાં બાળકોને હ્દય,કિડની, કેન્સર, જેવી ગંભીર બીમારીમા સુપર સ્પેશીયાલીસ્ટી સારવાર વિનામુલ્યે આપવામાં આવશે. બાળકોને આ સારવાર ઝડપથી મળે તે માટે જિલ્લા કક્ષાએ મંજુરી આપવાની સત્તા આપવામાં આવી છે. શાળા આરોગ્ય સપ્તાહ દરમિયાન બાળકના પરિવારમાં આરોગ્યપ્રદ ટેવોનું નિર્માણ થાય અને બાળકોને સંસ્કૃતિના સંસ્કાર મળે તે ઉદ્દેશથી 'દાદા-દાદી' અને 'વાલી મીટીંગ' યોજવામાં આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
apply