Skip to main content
Settings Settings for Dark

અમદાવાદ રેલ્વે ડિવિઝનઃ “આંતરરાષ્ટ્રીય લેવલ ક્રોસિંગ જાગરુકતા દિવસ” ની ઉજવણી થશે

Live TV

X
  •  
    લોકોમાં રેલ્વે  ક્રોસિંગ પર સુરક્ષા માટે જાગૃતિ લાવવના હેતુ સાથે રેલ્વે  ક્રોસિંગ પર અમદાવાદ ડિવિઝન દ્વારા તા.10 જૂન, 2021 નો દિવસ “આંતરરાષ્ટ્રીય લેવલ  ક્રોસિંગ  જાગરુકતા દિવસ” (ILCAD) તરીકે ઉજવાશે. એ. વી.પુરોહિતે જણાવ્યું હતું કે આ અભિયાનમાં મંડળના અધિકારીઓ અને કર્મચારીઓ ભાગ લેશે. તેઓ લોકોને સાવધાની સાથે ક્રોસિંગ પાસ કરવા અંગેની જાણકારી આપશે. રેલ યાત્રીઓની સાથે રોડનો ઉપયોગ કરનારાઓની સુરક્ષા માટે એ જરુરી છે કે રોડ વાહન ચાલકે હંમેશા સાવધાનીપૂર્વક રેલવે ક્રોસિંગની બંને દિશાઓ તરફથી આવતી ટ્રેનો જોઈને જ સુરક્ષિત રીતે ક્રોસિંગ પાર કરવું તે હિતાવહ છે. 

    આ પ્રકારના જાગૃતિ અભિયાન દ્વારા સંભવિત અકસ્માત ટાળી  શકાશે. સહાયક મંડળ સંરક્ષા અધિકારી શ્રી ગૌરવ સારસ્વતે માહિતી આપતા જણાવ્યું હતું કે રોડનો ઉપયોગ કરનારાઓને માહિતગાર કરવાના હેતુસર આ અભિયાન ડિવિઝનના જુદાં જુદાં રેલવે ક્રોસિંગ પર ચાલશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-05-2026 Max Temp : °C Min Temp : °C
apply