નૈઋત્યના ચોમાસાનું ગુજરાતમાં આગમન
Live TV
-
નૈઋત્યના ચોમાસાનું આજે ગુજરાતમાં આગમન થયું છે. ચોમાસું આજે વલસાડ પહોંચ્યું છે અને આગામી પાંચ દિવસમાં સંપૂર્ણ ગુજરાતમાં ચોમાસું સક્રિય થઈ જશે તેવી હવામાન ખાતાએ આગાહી કરી છે. અમદાવાદ હવામાન ખાતાના નિયામક મનોરમા મોહંતીએ જણાવ્યું છે કે, રાજયમાં આગામી પાંચ દિવસમાં સૌરાષ્ટ્રના દરિયાઈ જિલ્લાઓમાં તેમજ દક્ષિણ ગુજરાતનાં કેટલાંક સ્થળોએ ભારે વરસાદ પડવાની સંભાવના છે. દરમિયાન, સવારે વલસાડ જિલ્લાના કપરાડા, ઉમરગામ, ધરમપુર અને ચિખલી ખાતે હળવો વરસાદ પણ પડ્યો હતો.સૌથી વધુ 2 ઇંચ વરસાદ કપરાડા ખાતે નોંધાયો છે. સૌથી વધુ પોણા બે ઇંચ વરસાદ ભાવનગરના તળાજા ખાતે નોંધાયો છે. જ્યારે, સુરત શહેરમાં 1 ઇંચ વરસાદ વરસ્યો છે.આ ઉપરાંત, વલસાડ જિલ્લાના કપરાડા, વાપી અને ડાંગમાં આહવા ખાતે અડધા ઈંચથી વધુ વરસાદ પડ્યો હોવાના અહેવાલ છે.
