સુરેન્દ્રનગર:વઢવાણના ખારવા ગામે પ્રથમ ડોઝનું 100% રસીકરણ કરી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું
Live TV
-
કોરોના મહામારીમાં રસીકરણ ખુબજ જરૂરી છે તેમાં 100 ટકા રસીકરણ તો એક ઉદાહરણરૂપ બની જાય છે આવુ જ રસીકરણને સફળ બનાવનારું ગામ એ છે સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ વઢવાણનું ખારવા ગામ જ્યાંના લોકો રસીકરણ માટે લોકો એ એક અનેરો ઉત્સાહ દાખ્યો છે.અહીંના લોકો કોરોના મહામારીને હરવાં માટે ખુબજ પ્રયત્નશીલ છે એવું લાગી રહ્યું છે
વઢવાણ તાલુકાના ખારવા ગામે તંત્ર અને ગ્રામજનોના સહયોગથી ૪૫ વર્ષથી ઉપરના તમામ લોકોના કોરોના રસીના પ્રથમ ડોઝનું ૧૦૦% રસીકરણ પુરૂ કરીને ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડયુ છે. આ ગામના તલાટી ભરતભાઇ ડોડીયા, શિક્ષક બેલીમભાઇ તેમજ ફિમેલ હેલ્થ વર્કર હીનાબેન ચૌહાણના અથાગ પ્રયત્નથી 45 વર્ષથી ઉપરના તમામ 577 લોકોએ કોરોના રસીનો પ્રથમ ડોઝ લઇ લીધો છે. ખારવા ગામના સરપંચ, જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ચંદ્રમણી, તેમજ આરોગ્યની ટીમે ઘેર ઘેર લોકોના આરોગ્યની ચકાસણી કરી હોમીયોપેથીક દવાઓ નું વિતરણ કર્યું હતું. તેમજ જો કોઇને કોરોનાના શંકાસ્પદ લક્ષણો દેખાય તો તેમને તાત્કાલીક સારવાર માટે દાખલ કરાતા હતા.
