દક્ષિણ ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદી માહોલ જોવા મળ્યો
Live TV
-
આજે વલસાડ જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે..વલસાડ ,ધરમપુર તથા કપરાડા તાલુકામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ શરુ થયો છે.વાવણીલાયક વરસાદ થતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે.છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 20 જિલ્લાના , 45 તાલુકામાં હળવાથી મધ્યમ વરસાદ થયો હતો. તેમાં સૌથી વધુ મહેસાણા જિલ્લાના કડીમાં પોણા ત્રણ ઈંચ વરસાદ નોંધાયો હતો. નવસારીના વાંસદમાં બે ઈંચ અમરેલીના સાવરકુંડલામાં દોઢ ઈંચ, સુરતમાં માંડવી અને મોરબીના વાંકાનેરમાં દોઢ-દોઢ ઇચ વરસાદ પડ્યો હતો. જ્યારે ડાંગના વઘઈ , પાટણના સરસ્વતી, તાપીના વ્યારા અને મહેસાણાના વિજાપુરમાં એક-એક ઈંચ વરસાદ નોંધાયો હતો તો સંઘ પ્રદેશ સેલવાસમાં પણ વરસાદ વરસતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા, પ્રશ્નાવડા, મોરાસા, કોડીનાર સહિતના વિસ્તારોમાં પણ , સામાન્ય વરસાદથી લોકોએ ગરમીમાં રાહત અનુભવી હતી. ડાંગ જિલ્લામાં પણ વરસાદ શરૂ થતા આહલાદક દ્રશ્યો સર્જાયા હતા તો આહવા ખાતે પણ વાદળ છાયુ વાતાવરણ રહ્યું હતું તો મુંબઇમાં પણ હવે આગામી બે દિવસમાં ચોમાસુ સક્રિય થશે તેવી આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જેથી દક્ષિણ ગુજરાત અને ગુજરાતના દરિયાઇ વિસ્તારમાં આગામી ત્રણ દિવસમાં વરસાદની શક્યતાને પગલે આજથી મોન્સૂન એક્ટીવીટી જોવા મળી રહી છે.
