અમદાવાદ : વસ્ત્રાલ વિસ્તારમાં નવા કોમ્યુનિટી હેલ્થ સેન્ટરનું ગૃહ રાજ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું
Live TV
-
અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં તૈયાર થયેલ નવા કોમ્યુનિટી હેલ્થ સેન્ટરનું ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. આ કોમ્યુનિટી હેલ્થ સેન્ટર 4.78 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યુ છે. કોરોનાની ત્રીજી લહેરના આગોતરા આયોજન રૂપે તૈયાર થયેલ કોમ્યુનિટી હેલ્થ સેન્ટર અમદાવાદ પૂર્વના રહીશો માટે આશીર્વાદ રૂપ સાબિત થશે તેવો વિશ્વાસ જાડેજાએ વ્યક્ત કર્યો હતો. 30 બેડની સુવિધાઓથી સજ્જ કોમ્યુનીટી હેલ્થ સેન્ટર અમદાવાદ શહેર પૂર્વ વિસ્તાર રહીશો માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ સમોવડું સાબિત થશે. આ કોમ્યુનીટી હેલ્થ સેન્ટરમાં ગાયનેક, બાળરોગ સહિતના વિવિધ મેડીકલ વિભાગો તેમજ રેડીયોલોજી, લેબ ટેકનીશીયન જેવી તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે .
