અમદાવાદ સીરિયલ બ્લાસ્ટના સૂત્રધાર અબ્દુલ તૌકીર 20 દિવસ રીમાન્ડ પર
Live TV
-
અમદાવાદ પોલીસ સહિત દેશની મોટાભાગની એજન્સીઓ તેને શોધી રહી હતી. અબ્દુલ સુભાનનું મુંબઈમાં 2006માં ટ્રેનમાં થયેલા વિસ્ફોટમાં પણ નામ બહાર આવ્યું હતું.
2008માં અમદાવાદને ધ્રુજાવી દેનારા સિરીયલ બ્લાસ્ટ કેસનો મુખ્ય આરોપી તૌકીર ઉર્ફે સુભાનને 20 દિવસના રિમાન્ડ પર સોંપવાનો વિશેષ કોર્ટે આદેશ કર્યો હતો. દિલ્હીની સ્પેશ્યલ બ્રાંચે તૌકીરની ધરપકડ કરી હતી તેમજ અમદાવાદ ક્રાઇમ બ્રાંચ ટ્રાન્સફર વોરંટને આધારે અમદાવાદ લાવી હતી. અમદાવાદની સેન્ટલ જેલમાં તૈયાર કરવામાં આવેલી વિશેષ અદાલતમાં તેને રજૂ કરવામાં આવ્યો હતો. અમદાવાદ બોંબ બ્લાસ્ટ બાદ તે નેપાળ ભાગી ગયોહતો. જ્યારે ત્યાંથી સાઉદી અરેબિયામાં શિક્ષક તરીકે કામ કરતો હતો. અમદાવાદમાં બ્લાસ્ટ અગાઉ તેણે કરેલી મિટીંગો તેમજ તેના રોકાવાના ઠેકાણા અંગેની માહિતી મેળવવા માટે રિમાન્ડ માંગવામાં આવ્યા હોવાની માહિતી ક્રાઇમ બ્રાંચના જેસીપી જે.કે ભટ્ટે આપી હતી.