આત્મવિલોપનની ઘટનાને અટકાવવા ટાસ્ક ફૉર્સની રચના
Live TV
-
રાજકોટ વહીવટી તંત્રએ ટાસ્ટ ફોર્સની રચના કરી, આત્મવિલોપનની ઘટનાને અટકાવવા ખાસ આયોજન
આત્મવિલોપનની ઘટનાને અટકાવવા રાજકોટ જિલ્લા વહીવટી તંત્રએ ટાસ્ક ફૉર્સની રચના કરી છે. ટાસ્ક ફૉર્સની રચના બાદ અરજદારોની રજૂઆતને સત્વરે ધ્યાનમાં લાવવામાં આવશે અને આત્મવિલોપનની ઘટનાને અટકાવવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખાસ આયોજન કરાયું છે. રાજકોટ કલેકટરે જણાવ્યું હતું કે, તંત્રને મળતી અરજીનો સત્વરે ઉકેલ લાવવામાં આવશે અને આત્મવિલોપના બનાવ ને અટકાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, પાટણ ખાતે દલિત આગેવાન દ્વારા આત્મવિલોપન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ રાજ્ય સરકારે યોગ્ય નિર્ણય કરી ટાસ્ક ફૉર્સની રચના કરી છે.
ઉલ્લેખનીય છે કે, પાટણમાં થયેલી આત્મવિલોપનની ઘટનાને ધ્યાનમાં રાખી રાજ્ય સરકારે ટાસ્ક ફૉર્સની રચના કરી છે. વધતી જતી આત્મવિલોપનની ઘટનાને અટકાવવા રાજ્ય સરકારે વીડિયો કોન્ફરન્સ યોજી રાજ્યના તમામ જિલ્લાના કલેક્ટર સાથે વાતચીત કરી હતી.