1 લાખ મેટ્રીક ટન મગફળીની ટેકાના ભાવે ખરીદવાનો રાજ્ય સરકારનો નિર્ણય
Live TV
-
રાજ્યમાં પાંચમી માર્ચથી 110 ખરીદકેન્દ્ર પરથી વધારાની એક લાખ મેટ્રીક ટન મગફળીને ટેકાના ભાવે ખરીદવાનો રાજ્ય સરકારનો ખેડૂતલક્ષી નિર્ણય.
ગુજરાતના ખેડૂતો પાસેથી વધારાની એક લાખ મેટ્રીક ટન મગફળીની ટેકાના ભાવથી ખરીદી કરવાનો મહત્વનો નિર્ણય ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. પાંચમી માર્ચથી 9મી માર્ચ સુધી 110 ખરીદ કેન્દ્રો ઉપરથી 22 જિલ્લાઓમાં મગફળી ખરીદી કરાશે, એમ મુખ્ય સચિવ ડૉ.જે.એન.સીંઘે જણાવ્યું હતું.
ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવનારા 36 હજાર 480 ખેડૂતોને લાભ મળશે તથા ખરીદીમાં કોઈપણ પ્રકારની ગેરરીતિ ન આચરાય તે માટે વીડીયોગ્રાફી પણ કરાશે. મગફળીની સાથે તુવેરની પણ ટેકાના ભાવે ખરીદી ખેડૂતો કરી શકશે. 12મી માર્ચથી 40 કેન્દ્રો પરથી ખરીદી કરવામાં આવશે.
અંકિત ચૌહાણ, સોશિયલ મીડિયા ડેસ્ક