અમદાવાદ - CM વિજયભાઈ રૂપાણી મિશન ઈન્દ્રધનુષ રસીકરણ કાર્યક્રમમાં આપશે હાજરી
Live TV
-
અસારવા ખાતે બાળકોને રસીકરણ માટેનો સમારોહ આયોજિત કરાયો
આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અમદાવાદના અસારવા ખાતે આવેલી પ્રીતમપુરા ગુજરાતી શાળા નંબર 3,4 માં મિશન ઈન્દ્રધનુષ અભિયાન અંતર્ગત રસીકરણનો પ્રારંભ કરાવશે..કોઈ પણ સગર્ભા માતા કે બાળકો રસીકરણથી વંચિત ન રહી જાય તેની જવાબદારી સહિયારી છે..ત્યારે બાળકોમાં ટીબી,પોલિયો,ડિપ્થેરિયા,ઉંટાટીયુ, ઝેરી કમળો, હીબ વાયરસ,ઓરી, રુબેલા જેવા રોગોને અટકાવવા સરકાર દ્વારા વિનામૂલ્યે રસીકરણનું અભિયાન ચલાવવામાં આવ્યુ છે..અમદાવાદ જિલ્લાના તમામ તાલુકામાં તાલુકા હેલ્થ ઓફિસ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા આરોગ્ય કર્મચારીઓ દ્વારા ઘેરઘેર ફરીને સર્વે કરાવીને રસીકરણથી બાકી રહેલ બાળકોની અને અરક્ષીત સગર્ભા માતાઓની યાદી તૈયાર કરવામાં આવેલ છે. શૂન્યથી ૨ વર્ષના બાળકોને જેઓ રસીકરણથી વંચિત રહી ગયેલા છે. તેઓને રસીઓથી રક્ષિત કરવા માટે ખાસ રસીકરણ અભિયાનના સેશનમાં બોલાવીને રસીકરણની સેવાઓ પૂરી પાડવાની કામગીરી કરવામાં આવનાર છે. જિલ્લામાં આવેલી વાડી વિસ્તાર, પરા વિસ્તાર, જી.આઈ.ડી.સી.વિસ્તારો અંતરીયાળ અને દુર્ગમ વિસ્તારો મિલો ઈડવાડા ભઠ્ઠાઓ મળી બાંધકામની સાઈટો સ્થળાંતર કરીને જીવન જીવતા પરિવારો વગેરેના બે વર્ષ સુધીના બાળકો રસીકરણથી વંચિત રહેલ હોય તેઓને આ ખાસ રસીકરણ અભિયાનના સેશનમાં બોલાવી રસીકરણ કરીને રસીથી રક્ષિત કરાશે.. આ મિશન ઈન્દ્રધનુષમાં રસી અપાવીને પોતાના બાળકને ૧૨ ઘાતક બીમારીઓથી બચાવવાનો સુવર્ણ અવસર છે. આ બધી રસીઓ સરકારી રસીકરણ કાર્યક્રમ અંતર્ગત બધા સરકારી આરોગ્ય કેન્દ્રો ઉપર બિલકુલ મફતમાં આપવામાં આવે છે. તથા પ્રશિક્ષિત સ્ત્રી આરોગ્ય કાર્યકર દ્વારા અપાય છે. આપનું બાળક બે વર્ષથી નાનું છે. તથા તેને કોઈ રસી આપવાનું રહી ગયું છે. તો તેને સઘન ઈન્દ્રધનુષ સપ્તાહમાં નજીકના રસીકરણ સ્થળ ઉપર જરૂર લઈ જાઓ અને રસી મુકાવીને રક્ષિત કરો અને મમતા કાર્ડ હમેશા સાચવીને રાખો તેમાં આપને બાળકને આપેલ રસીઓ સંબંધીત જાણકારી માટે જરૂરી છે. તેથી આ ખાસ રસીકરણ અભિયાનનો લાભ લઈને અરક્ષીત બાળકોને રક્ષીત કરવા માટે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ વાલીઓને અનુરોધ કરેલ છે.
