Skip to main content
Settings Settings for Dark

અમદાવાદ GPO ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે ડાક અદાલતનું આયોજન કરાયું

Live TV

X
  • અમદાવાદ જી.પી.ઓ.ની ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે સિનીયર પોસ્ટમાસ્ટર, જનરલ પોસ્ટ ઓફિસ, સલાપસ રોડ, અમદાવાદ-380001 ખાતે 22-06-2021ના રોજ 11.00 કલાકે ડાક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે.

    આ ડાક અદાલતમાં ફક્ત અમદાવાદ જી.પી.ઓ.ની ટપાલ ખાતાની સેવાઓ જેવી કે મનીઓર્ડર, રજીસ્ટર અને કાઉન્ટર પરની સેવાઓ વિગેરેને લગતી ફરિયાદોનો નિકાલ કરવામાં આવશે.

    આવી ફરિયાદ તારીખ 15-06-2021 સુધીમાં ડેપ્યુટી મેનેજર, કસ્ટમર કેર સેન્ટર, અમદાવાદ જી.પી.ઓ., અમદાવાદ-380001ને મોકલવાની રહેશે. તારીખ 15-06-2021 બાદ આવેલી ફરિયાદો વિચારણામાં લેવામાં આવશે નહિ. ફરિયાદ સ્પષ્ટ, મુદ્દાસર અને એક જ વિષય પર હોવી જરૂરી છે. સામાન્ય પ્રકારની તેમજ નીતિ વિષયક ફરિયાદો ધ્યાનમાં લેવાશે નહિ.

    આ અદાલતના આયોજનથી ટપાલ સેવાને લગતા પ્રશ્નોનું  નિરાકરણ ઝડપથી આવી શકશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply