અમરેલીના જલાલપુર ગામમાંથી 89 લાખ રૂપિયાનો ગાંજો ઝડપાયો
Live TV
-
અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના જલાલપુર ગામમાંથી 89 લાખ રૂપિયાનો ગાંજો ક્રાઇમ બ્રાન્ચની ટીમે પકડી પાડ્યો છે. જલાલપુર ગામના લક્ષ્મણભાઈ રાણાભાઈ ગોલેતર તથા તેમના ત્રણ દીકરાઓ એ કપાસના પાકની વચ્ચે આશરે પાંચ વિઘા જમીનમાં ગાંજાનું વાવેતર કર્યું હતું. પોલીસે પંદરસો કિલો કરતાં વધુ ગાંજો તથા બિયારણ કબજે કર્યો છે. બાતમી મળતા અમરેલી પોલીસ અહીં રેડ પાડી હતી અને કપાસના પાકની વચ્ચે રોપાયેલો લીલો ગાંજો કટિંગ કરી બજારમાં વેચાણ માટે જાય તે પહેલાં જ સમગ્ર માલ કબજે કર્યો હતો. યુવાધનને ગેરમાર્ગે દોરવાના તથા ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવા બદલ પોલીસે ચારેયની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે નાના મોટા લીલા ગાંજાના 82 લાખ રૂપિયાના છોડ જ્યારે સાત લાખથી વધુ રકમનું ગાંજાનું બિયારણ કબજે કર્યું હતું.