ગુજરાત વિધાનસભાની ખાતરી સમિતિએ ડાંગ જિલ્લાનો પ્રવાસ ખેડ્યો
Live TV
-
ગુજરાત વિધાનસભાની ખાતરી સમિતિએ ડાંગ જિલ્લાનો પ્રવાસ ખેડ્યો હતો. ખાતરી સમિતિના ચેરમેન વલ્લભભાઈ કાકડીયાની અધ્યક્ષતા હેઠળના સભ્યો આ પ્રવાસમાં જોડાયા હતા. ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા આયોજિત આ પ્રવાસમાં સમિતિના સભ્યોએ ડાંગની પારંપારિક સંસ્કૃતિ અને વિવિધ પ્રવાસન સ્થળો નિહાળ્યા હતા. આ પ્રસંગે વલ્લભભાઈ કાકડિયાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના પ્રયાસથી ગુજરાતમાં પ્રવાસન ક્ષેત્રનો ખૂબ સુંદર વિકાસ થયો છે. તો સમિતિએ ડાંગ જિલ્લા વહીવટીતંત્ર અને વન વિભાગ દ્વારા પ્રવાસન ક્ષેત્રને વિકસાવવા માટે કરાયેલા પ્રયાસને બિરદાવ્યો હતો.