ટ્રાફિક નિયમોના પાલનને લઇને સુરત પોલીસ એકશનમાં, 121 કરોડની ઇ-ચલણ કર્યા ઇસ્યૂ
Live TV
-
સમગ્ર રાજ્યમાં ટ્રાફિકના નિયમોને કડક બનાવાયા બાદ હવે તેનું અમલીકરણ થાય તેવા સઘન પ્રયાસો પોલીસ દ્વારા થઈ રહ્યા છે. ટ્રાફિકના નિયમો ન પાળનારને ભારે દંડની જોગવાઈ પણ કરાઈ છે આ જ કાયદાના અનુસંધાને સુરત પોલીસે 121 કરોડ રૂપિયાના ઇ-ચલણ ઇસ્યૂ કર્યા છે. જેની સામે માત્ર દસ કરોડ રૂપિયાની જ વસૂલાત થઈ છે. જે લોકોએ દંડની રકમ ભરપાઈ કરી નથી તે નાગરિકોને ટ્રાફિક પોલીસે સ્પેશ્યલ સ્કવોર્ડ તૈયાર કરીને નોટિસ આપી છે. નોટિસ મળ્યા બાદ પણ જો દંડની રકમ ન ભરાય તો તે નાગરિકો સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. છેલ્લાં સાત વર્ષમાં પોલીસે ફટકારેલી નોટિસો પૈકી સૌથી વધુ મેમો રીક્ષા ચાલકોને મળ્યા છે. ટ્રાફિકના નિયમોનું પાલન થાય તે માટે સમગ્ર સુરત શહેરમાં 600 કરતાં વધુ સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવ્યા છે. પોલીસે ફટકારેલી નોટિસમાં હેલ્મેટ વગર અને , સીટ બેલ્ટ ડ્રાઇવ કરનાર તથા ઓવર સ્પીડમાં ચલાવનાર નાગરિકોનો વધુ સમાવેશ થાય છે