મોટેરાથી ગાંધીનગર મહાત્મા મંદિરને જોડતી મેટ્રો રેલનું કામ આગામી વર્ષનાં જૂન મહિનાથી થશે શરૂ
Live TV
-
મોટેરાથી ગાંધીનગર મહાત્મા મંદિરને જોડતી મેટ્રો રેલનું કામ આગામી વર્ષનાં જૂન મહિનાથી શરૂ થશે. 28.26 કિ.મી. લાંબો પ્રોજેક્ટ માર્ચ 2024 સુધી પુરો કરવાનું આયોજન છે. પાંચ હજાર કરોડથી વધુનાં મહત્વાકાંક્ષી પ્રોજેક્ટની મુખ્યમંત્રીએ કરી સમીક્ષા.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તાજેતરમાં મેટ્રો રેઇલ પ્રોજેકટના કામોની હાથ ધરેલી સર્વગ્રાહી પ્રગતિ સમીક્ષા બેઠક દરમિયાન મેટ્રો ટ્રેનને ગાંધીનગર સુધી લંબાવવાના કામોની દરખાસ્ત અને કેન્દ્ર સરકારે આપેલી મંજૂરી સંદર્ભમાં ચર્ચા કરાઈ હતી. ગુજરાત મેટ્રો રેઇલ કોર્પોરેશનના એમ.ડી. એસ. એસ. રાઠૌરે આ પ્રોજેકટ અંગેની વિગતો મુખ્યમંત્રીને આપી હતી. જે મુજબ મોટેરા અમદાવાદથી મહાત્મા મંદિર ગાંધીનગર સુધીના કુલ ૨૮.૨૬ કિ.મીટર લંબાઇ ધરાવતા આ પ્રોજેકટના પ્રથમ તબક્કાના ટેન્ડર ટૂંક સમયમાં ઇનવાઇટ કરાશે. મેટ્રો રેલના મેનેજીંગ ડિરેકટરએ જણાવ્યું હતું કે, અમદાવાદ મેટ્રો રેલને મહાત્મા મંદિર ગાંધીનગર સુધી લંબાવવાના હેતુથી ગુજરાત સરકારે રજૂ કરેલી રૂ. ૫૩૮૪.૧૭ કરોડની દરખાસ્તને ગત ફેબ્રુઆરી-૨૦૧૯માં ભારત સરકારે મંજૂરી આપી દીધી છે. આ પ્રોજેકટ પાંચ વર્ષમાં પૂર્ણ કરવા પણ મંજૂરી પત્રમાં જણાવ્યું છે. મોટેરાથી મહાત્મા મંદિર ગાંધીનગર સુધીના આ મેટ્રો રેલ પ્રોજેકટની બાંધકામ કામગીરી જૂન-ર૦ર૦માં શરૂ થશે અને માર્ચ-ર૦ર૪માં તે પૂર્ણ કરવાનું આયોજન છે.