રવિવારે રાજયભરમાં કલર્ક અને ઓફિસ આસિસ્ટન્ટની જગ્યા માટે યોજાઇ પરીક્ષા
Live TV
-
ગુજરાત રાજ્ય ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગઇકાલે રાજ્યભરમાં કલર્ક અને ઓફિસ આસિસ્ટન્ટની જગ્યા માટે પરીક્ષા લેવાઇ હતી. ગુજરાતભરમાંથી કુલ 3728 કેન્દ્રો પરથી લાખો ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. જેમાં અમદાવાદમાં 525 કેન્દ્રો પરથી એક લાખ ઉપરાંત ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. પરીક્ષા દરમિયાન મોબાઇલ ફોન ઇલેક્ટ્રિક ગજેટેસ, કેલ્ક્યુલેટર લઇ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ઉમેદવારોને સવારે 11 વાગે પ્રવેશ આપવામાં આવ્યો હતો. ગેરરીતિ આચરનાર ઉમેદવાર પર ત્રણ વર્ષ સુધી પરીક્ષા આપવા પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવ્યો છે. તો નવસારીમાં પણ 58 કેન્દ્રો પરથી 26 હજારથી વધુ ઉમેદવારોએ શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા આપી હતી. આ ઉપરાંત ખેડા જિલ્લામાં પણ શાંતિપૂર્ણ રીતે પરીક્ષા યોજાઈ હતી.